Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયડોક્ટર ડાન્સ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડતા મોત નીપજ્યું, જુઓ...

ડોક્ટર ડાન્સ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડતા મોત નીપજ્યું, જુઓ વિડિઓ

- Advertisement -

- Advertisement -

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ડોક્ટરના મૃત્યુનો વિડીઓ સામે આવ્યો છે. ભોપાલની જહાંનુમા હોટલમાં એક સીનીયર ડૉક્ટર દ્વારા ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું. તે સમયે ડાન્સ પાર્ટી ચાલી રહી હતી અને એક ડોક્ટર ડાન્સ કરતાં કરતાં નીચે પડી ગયા અને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યુ હતું.

વિડીઓમાં જોઈ શકાય છે કે ડૉક્ટર્સ ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા…’ સોંગ પર ડાન્સ કરી રહ્યા હતા અને સિનિયર ડૉ. સી. એસ. જૈન અચાનક નીચે પડી જાય છે. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરંતુ હાર્ટ એટેક આવતા તેઓનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ડો.જૈન મેડિકો લિગલ ઈન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતા હતા. તેમણે 3 હજારથી વધુ મૃતદેહનું પરીક્ષણ કર્યું છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular