જામનગર શહેરમાં સાત રસ્તાથી નાગનાથ ગેઈટ સુધી બનનારા પુલનું નિર્માણ કાર્ય પુરજોશથી ચાલી રહ્યું છે. જો કે, આ પૂલ પૂર્ણ કરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઇ છે અને હાલમાં પુલને સંપૂર્ણ તૈયાર કરવા માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. જેમાં નાગનાથ ગેઈટથી કરાયેલા ડાયવર્ઝનમાં રોડ સાઈડના પતરા કોઇ કારણસર અથવા તો પવનને કારણે પડી જવાથી અતિ સાંકળો રસ્તો પતરા પડવાને કારણે વધુ સાંકળો બની ગયો છે જેને કારણે નાગનાથ ચોકડીથી ગુરૂદ્વારા ચોકડી તરફ આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ પહેલેથી જ રસ્તો સાંકળો હતો અને હવે પતરા પડી જવાથી આ રસ્તો વધુ સાંકળો બની ગયો છે. તંત્રની અને પુલ બનાવનાર કંપનીની બેદરકારીને કારણે શહેરીજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખરેખર તો આ રસ્તામાં પડેલા પતરાઓ તાત્કાલિક ધોરણે કંપની દ્વારા હટાવી લેવા જોઇએ અને રસ્તો કલીયર કરી દેવો જોઇએ…!