Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરનાં ધાર્મિક પાબારીએ શું-શું ખેલ કર્યાનું ખૂલ્યું?

જામનગરનાં ધાર્મિક પાબારીએ શું-શું ખેલ કર્યાનું ખૂલ્યું?

નકલી PSIના રેકેટમાં અસલી પોલીસ પણ ! : અગાઉ વિદેશી નાગરિકોને પણ છેતરી ચૂકયો છે

- Advertisement -

રાજકોટ રૂરલ એલસીબીના પીએસઆઇ જયદિપસિંહ પરમાર તરીકે અંદાજે છેલ્લા ત્રણેક વર્ષથી લોકોને ડરાવી, ધમકાવી લાખોની છેતરપિંડી કરનાર ધાર્મિક રસીક પાબારી (ઉ.વ.24, રહે. પટેલ કોલોની, જામનગર) એ અનેક પોલીસમેનનો પણ દૂરપયોગ કરી લીધાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ખુદ પોલીસ જ નકલી પીએસઆઇને ઓળખી શકી ન હતી અને તેના રેકેટમાં ભૂમિકા ભજવતી રહી હતી.

- Advertisement -

આરોપી ધાર્મિક જે ફેસબુક યુઝર તીનપત્તી કે રમી રમતા હોય તેના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી તેને રાજકોટ રૂરલ એલસીબીના પીએસઆઇ જયદિપસિંહ પરમાર તરીકે કોલ કરી ધમકી આપતો કે તમે તમારા ફેસબુકમાંથી છોકરીને બિભત્સ ફોટા મોકલ્યા છે જેની તપાસ મારી પાસે છે. તમારા ફેસબુક આઇડી અને પાસવર્ડ મોકલો. જો યુઝર તે આપી દે તો તેની તીનપત્તી કે રમીની તમામ ચીપ્સ પોતાના બે ડમી ફેસબુક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાદમાં આ ચીપ્સ વેચી પૈસા કમાતો હતો.

જો યુઝર આઇડી પાસવર્ડ આપવાની ના પાડે તો તત્કાળ સ્થાનિક પોલીસના પીએસઓનો સંપર્ક કરી તેને પણ પોતાની એલસીબી પીએસઆઇ જયદિપસિંહ પરમાર તરીકે ઓળખ આપી પોતે જેના મોબાઇલ નંબર આપે છે તેને તત્કાળ પોલીસ મથકે બોલાવી લેવા સુચના આપતો. પીએસઓ અને બીજો પોલીસનો સ્ટાફ પણ કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર તેની સુચનાનું પાલન કરી તે યુઝરને પોલીસ મથકે બોલાવી લેતા હતા.

- Advertisement -

ત્યારબાદ પીએસઓ કે પોલીસમેન તે યુઝર પાસેથી તેના ફેસબુક આઇડી અને પાસવર્ડ મેળવી તેને પોલીસ મથકેથી રવાના કરી આઇડી, પાસવર્ડ આરોપી ધાર્મિકને આપી દેતા. જે પછી તે યુઝરની તમામ ચિપ્સ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો.

એલસીબીના સુત્રોએ જણાવ્યું કે આરોપી ધાર્મિક માત્ર 10 ધોરણ પાસ છે. કડકડાટ અંગ્રેજી બોલે છે. મૂળ જામનગરનો છે પરંતું હાલ રખડતુ ભટકતુ જીવન જીવે છે. મોટાભાગે તે જુદી-જુદી હોટલોમાં રહી આ કારસ્તાન કરતો હતો. દરરોજ એકાદ જણાને શિકાર બનાવી જે રકમ મળે તેમાંથી દારૂ પી મોજશોખ કરતો હતો. તેને અગાઉ ડ્રગ્સની પણ ટેવ હતી. રાજકોટ રૂરલ એલસીબીના એએસઆઇ જાની ઉપરાંત અમદાવાદ રૂરલના પીઆઇ ગોહિલ સાથે પણ ગાળાગાળી અને બોલાચાલી કરી ચુક્યો છે. ભરૂચ પોલીસને પણ તેણે શિકાર બનાવી હતી. એટલુ જ નહીં 2016માં રાજકોટના રૈયા રોડ પર શ્યામહાઉસ બિલ્ડીંગમાં પિતરાઇ મયંક બદિયાણીના કોલ સેન્ટરમાં કામ કરી પોતાની અમેરિકાના સરકારી વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી ચુક્યો છે. આ ઉપરાંત ગુડગાંવ દિલ્હી હાઇ-વે પર પણ કોલ સેન્ટરમાં કામ કરી યુકેના નાગરિકો સાથે છેતરપિંડી કરી ચુક્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular