Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરલાંચ લેતાં ઝડપાયેલા નાયબ મામલતદારને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરાશે

લાંચ લેતાં ઝડપાયેલા નાયબ મામલતદારને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરાશે

ફટાકડાના લાયસન્સ પરવાના માટે 10,000ની લાંચ : એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા : ઘરની તલાસી દરમ્યાન રોકડ અને દાગીના મળી આવ્યા

- Advertisement -

જામનગર શહેર નાયબમામલતદાર શનિવારે એક નાગરિક પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂા.10,000ની લાંચ લેતાં જામનગર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરી આજે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરાશે.

- Advertisement -

જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય બીજી વખત લાંચ લેતા ઝડપાયા બાદ કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતાં ધકપકડ કરી અને તેના ઘરની ઝડતી દરમિયાન બેંક લોકરની ચાવી મળી આવતાં લોકરનું ચેકિંગ કરાશે. ઉપરાંત તેઓ એક કાર ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ઘરમાંથી 35 હજારની રોકડ અને સોનાના દાગીના મળ્યા છે.

જામનગર એસીબી દ્વારા શરૂ કરવામાં આવેલી સરકારી કર્મચારીઓ-અધિકારીઓના લાંચ લેવાના સફાઇ અભિયાનમાં જામનગર શહેર મામલતદાર અને મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ ચેતન ઉપાધ્યાય ફટાકડા લાયસન્સનો અભિપ્રાય આપવા માટે રૂપિયા 10,000ની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. તેઓ સરકારી ગાડી લઇને લાંચ લેવા ગોકુલનગર વિસ્તારમાં ગયા હતાં. ત્યારે જ રાજકોટ એસીબી મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવી ઝડપી લઇ મોબાઇલ ફોન કબ્જે કરી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અને કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી લાંચ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે અને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

- Advertisement -

એસીબીની ટીમ દ્વારા નાયબ મામલતદારના રહેણાંક મકાનમાં તલાસી દરમ્યાન એક બેંક લોકરની ચાવી મળી આવી હતી. ઉપરાંત 35 હજારની રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular