છત્તીસગઢના જશપુર જિલ્લાના પથલગાંવમાં એક ભયંકર દુર્ઘટના બની છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જશપુર જિલ્લામાં પાથલગાંવ બજારપરા ખાતે લોકો દુર્ગા માતાનું વિસર્જન કરવા જઇ રહ્યા હતા ત્યારે ગાંજાથી ભરેલી એક કારે 26જેટલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
દુર્ગા પંડાલથી મા દુર્ગાની પ્રતિમાને લઈને લોકો વિસર્જન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન એક કારે તેમને ઠોકર મારી હતી. કારની સ્પીડ લગભગ 100થી 120ની હતી. આ અકસ્માતમાં ગૌરવ અગ્રવાલ (21 વર્ષ)નામના યુવાનનું મોત થયું છે. અને બેન્ડ વગાડી રહેલા 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના અંગે જીલ્લા કલેકટરે કહ્યું કે પહેલી પ્રાથમિકતા લોકો અને ઘાયલોની સારવાર કરવાની છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.