મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં ગતમોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બિલ્ડીંગનો સ્લેબ પડતા 7 લોકોના મૃત્યુ નીપજ્યા છે જે પૈકી 4લોકો એક જ પરિવારના છે. આ દુર્ઘટનામાં અનેક ફસાયા હોવાની માહિતી સામે આવી છે.બે લોકો ઘાયલ થયા છે.
ઉલ્હાસનગરના નહેરુચોક વિસ્તારમાં બનેલી આ ઈમારતનું નામ સાંઈસિદ્ધિ છે. એનો પાંચમા માળનો એક સ્લેબ ધરાશાયી થયો છે. કાટમાળમાંથી અત્યારસુધી 7 લોકોના મૃતદેહો કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં 29 પરિવાર રહે છે. બિલ્ડિંગનું નિર્માણ 1994-95માં થયું હતું. શુક્રવારે રાતે 9 વાગે 5માં માળનો સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડતા નીચે આવી હતી. ઘટનામાં 5મા અને પહેલા માળમાં લોકો હાજર હતા. બાકીના માળ ખાલી હતા.
હાલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોચી કાટમાળ ખસેડી રહ્યા છે. મૃતકોમાં 4 મહિલા અને 3 પુરુષ સામેલ છે. તેમાં પુનિત બજોમલ ચાંદવાણી (17 વર્ષ), દિનેશ બજોમલ ચાંદવાણી (40 વર્ષ), દીપક બજોમલ ચાંદવાણી (42 વર્ષ), મોહિની બજોમલ ચાંદવાણી (65 વર્ષ), કૃષ્મા ઈનુચંદ બજાજ (24 વર્ષ), અમૃતા ઈનુચંદ બજાજ (54 વર્ષ). લવલી બજાજ (20 વર્ષ) નો સમાવેશ છે.