Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના મુખ્ય ત્રણ સી.સી. રોડનું નુકસાનનું કોન્ટ્રાક્ટર પાસેથી રીપેરીંગ કરાવાશે - VIDEO

જામનગરના મુખ્ય ત્રણ સી.સી. રોડનું નુકસાનનું કોન્ટ્રાક્ટર પાસેથી રીપેરીંગ કરાવાશે – VIDEO

ત્રણેય રોડ "ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ" હેઠળ આવતા હોવાથી કોન્ટ્રાક્ટરને નોટીસ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ –
1. કામદાર કોલોની મેઇન રોડ,
2. જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ, તથા
3. એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની
સુધીના રસ્તાઓ પર મે-2022માં આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ચાલુ વર્ષે ઉપરોક્ત તમામ માર્ગોમાં ખામી અને તૂટફૂટ જોવા મળતાં, મહાનગરપાલિકા દ્વારા તેની ગંભીરતા ધ્યાને લઈ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. કારણ કે તમામ રસ્તાઓ હજુ પણ “ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ” હેઠળ આવે છે, તેથી ટેન્ડરની શરતો અનુસાર સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

- Advertisement -

ટેન્ડર કોન્ટ્રાક્ટના ક્લોઝ નં. 3 અને 17 અનુસાર કુલ 1520 ચો.મી. વિસ્તારમાં થયેલા નુકશાનને દુર કરવા માટે કોન્ટ્રાક્ટરને જ તેની પોતાની જ જવાબદારી હેઠળ રિપેરિંગ અને પુનઃનિર્માણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય રોડનું કામ એક જ એજન્સી ‘વિરાજ કન્સ્ટ્રક્શન’ દ્વારા કરવામાં આવ્યું હતું. રોડ રીપેર બાદ જે ખર્ચ આવશે, તે મહાનગરપાલિકા દ્વારા એજન્સી પાસેથી વસુલ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular