Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયહાલનું કોરોના સંક્રમણ બુઝતા દિવા ના ફડફડાટ જેવું : આરોગ્ય સચિવ

હાલનું કોરોના સંક્રમણ બુઝતા દિવા ના ફડફડાટ જેવું : આરોગ્ય સચિવ

- Advertisement -

દેશમાં માર્ચ માસમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે અને કેન્દ્ર સરકારે હવે રાજયોને એલર્ટ પણ કર્યા છે. આ વચ્ચે ક્રેડીટ આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ એવું તારણ આપ્યું છે કે કોઈ પણ મહામારી જયારે અંતિમ તબકકામાં હોય તે સમયે તે થોડો ઉથલો મારે છે અને કેસ વધતા જાય છે. ફેબ્રુઆરી માસમાં સરેરાશ 108 કેસ હતા તે સમયે ગઈકાલે 966 કેસ એક જ દિવસમાં નોંધાયા અને અગાઉ બે વખત 1000થી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને વૈશ્ર્વિક સ્તરે આ સ્થિતિ છે.

- Advertisement -

જેમાં ભારતમાં નોંધાતા કેસ તો 1% જ છે. અમેરિકામાં રોજના 18,000થી વધુ કેસ નોંધાય છે જે વિશ્ર્વમાં નોંધાતા કેસના 12% જેવા છે. ચીન-સાઉથ કોરિયા અને ફ્રાન્સમાં પણ વિશ્ર્વના કુલ કેસના 7થી8% કેસ નોંધાય છે. સ્વાસ્થ્ય સચીવ કહે છે કે તેવું સ્પષ્ટ રીતે કહી શકાય નહી કે કોરોનાનો ખાત્મો થઈ ગયો છે.

કારણ કે વિશ્ર્વમાં 1,80,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે પણ જયારે કોઈ મહામારી તેના અંતિમ તબકકામાં હોય તો તેના કેસ વધી જાય છે પણ તે એટલી ઘાતક હોતી નથી કે તેનાથી ફરી મોટી લહેરની ચિંતા સર્જાય. અમો આ ટ્રેન્ડ કોવિડમાં જોઈ રહ્યા છે તેવું આરોગ્ય સચિવે કહ્યું હતું. જો કે કોરોનાના જે કેસ વધ્યા છે તેની પાછળ ઓમીક્રોનના સબ વેરીએન્ટ એકસબીબી 1.16ના મૂળ રૂપ જવાબદાર છે.

- Advertisement -

આ વેરીએન્ટના જ 12 સબ વેરીએન્ટ એકટીવ છે. કોરોનાના નવા નવા વેરીએન્ટ સતત સર્જાતા રહ્યા છે. 2021માં આ વેરીએન્ટની ઓળખ મળ્યા બાદ તેના 1000થી વધુ રૂપ જોવા મળ્યા છે. જેમાં મોટાભાગના ક્ષણજીવી જેવા હતા અને તે કોઈ રીતે ખતરનાક બની શકે તેમ ન હતા અને હાલ જે કેસ છે તે ઓમીક્રોનના સબવેરીએન્ટ જ છે અને 344 કેસોમાં જીનોમ સિકવન્સની પુષ્ટી થઈ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 105 કેસ આ વેરીએન્ટના છે અને તેથી હવે કેન્દ્ર સરકારે વધુ કેસવાળા રાજયોમાં વધુ સાવચેતીના સંકેત આપ્યા છે અને સરકારી તથા પ્રાઈવેટ હોસ્પીટલોમાં મોકડ્રીલ, ઓકિસજન ટેન્કની સફાઈ વિ.ની સ્થિતિ તપાસાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ફલુ અને ઈન્ફલુ એન્ઝાની પણ અસર જોવા મળી રહી છે. ભારતમાં હજુ ઈન્ફલુએન્ઝાની વેકસીન લેવાનું લોકો પસંદ કરતા નથી.

- Advertisement -

કોરોનાના દેશમાં 1300, ગુજરાતમાં 262 નવા કેસ

દેશમાં કોરોનાના 140 દિવસમાં સૌથી વધુ 1,300 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, એક્ટિવ કેસની સંખ્યા વધીને 7,605 થઈ છે. જ્યારે ત્રણ મોત સાથે મૃત્યુઆંક વધીને 5,30,816 થયો છે. દૈનિક પોઝિટિવિટી 1.46 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી 1.08ના સ્તરે રહી છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા કુલ સંક્રમણના 0.02 ટકા છે. જ્યારે કોવિડનો રિકવરી દર 98.79 ટકા છે. જયારે ગુજરાતમાં ગઇકાલે કોરોનાના ર62 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સંક્રમણમાં તાજેતરની વૃદ્ધિ માટે કદાચ નવો વેરિયન્ટ XBB.1.16 જવાબદાર હોવાની આશંકા છે. દેશભરમાં થયેલા ટેસ્ટિંગમાં નવા વેરિયન્ટના 349 સેમ્પલ્સ મળ્યા છે. જેના કારણે ફરી વખત ચિંતા વધી છે. સરકારે પણ વધુ તકેદારી રાખવાની તાકીદ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular