અમદાવાદમાં કાપડના વ્યવસાયકારો સાથે થતા છેતરપિડીના કિસ્સાઓને અટકાવવા રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની રચના કરી છે. નિર્દોષ વેપારીઓના નાણાં પરત મળે તે માટે એસઆઇટી કામ કરી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિર્દેશ આપ્યા કે, ઉદ્યોગકારો-વેપારીઓને બ્લેકમેઇલ કરનારાં સામે હવે ખંડણીનો ગુનો દાખલ કરાશે.
છેતરપિંડીના કિસ્સા અટકે અને વેપારીઓના હિતનુ રક્ષણ થાય તે માટે ગૃહવિભાગે એસઆઇટીની રચના કરી છે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યુ કે, છેલ્લાં એક વર્ષમાં એસઆઇટીમાં આવેલી બાવન અરજીઓનો નિકાલ કરાયો છે. બે દુકાનો સહિત અંદાજે કુલ મળીને રૂા.7 કરોડના વિવાદનો અંત આવ્યો છે. બે અરજીઓમાં એસઆઇટીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. રૂા.5.80 કરોડની રિકવરી કરવામાં આવી છે. હજુ એસઆઇટીમાં 140 અરજીઓ ચકાસણી હેઠળ છે.
વેપારીઓ અને ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરીને કેટલાંક તત્વો નાણાં પડાવી રહ્યાં છે તેવી માહિતી મળી છે તેવો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં થતી આવી પ્રવૃતિ હરગીઝ ચલાવી નહી લેવાય. વેપારીઓ નામ ન આપવાની શરતે ફરિયાદ આપી શકશે. રાજ્ય ગૃહવિભાગ વેપારી-ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરનારાં તત્વોની ખાનગી રાહે તપાસ કરી ખંડણીનો ગુનો દાખલ કરશે. આ મામલે પોલીસ કમિશનરે સૂચનાઓ આપવામાં આવી છે. નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટના કેસોનુ ઝડપી નિરાકરણ થાય તે માટે 11 સ્પેશયલ કોર્ટ ચલાવવામાં આવી રહી છે.આવા કેસોનુ ઝડપી નિરાકરણ થાય તે માટે હાઇકોર્ટ સાથે પણ પરામર્શ કરવામાં આવશે.
વેપારીઓને બ્લેકમેઇલ કરનારાઓ સામે હવે ખંડણીનો ગુનો
છેતરપિંડીના કિસ્સાઓ અટકાવવા સરકારે એસઆઇટીની રચના કરી