Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સઆ ક્રિક્રેટરે ડેબ્યુ ટેસ્ટમાં જામ રણજીતસિંહજીનો 125 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

આ ક્રિક્રેટરે ડેબ્યુ ટેસ્ટમાં જામ રણજીતસિંહજીનો 125 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

ન્યૂઝીલેન્ડના ઓપનર અને ડેબ્યૂટન્ટ બેટ્સમેન ડેવોન કૉનવેએ પોતાની પ્રથમ ટેસ્ટની અંદર

- Advertisement -

ઇંગ્લેન્ડમાં રમાતી ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ડેબ્યુ ઇનીંગ રમનાર ડેવોન કોનવેએ ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 155 રન બનાવતા ભારતના પૂર્વ ક્રિકેટર અને જામનગરના જામ રણજીતસિંહનો 125 વર્ષ જુનો અને ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ઇંગ્લેન્ડના લોર્ડસ મેદાન ખાતે રમાતી ન્યુઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર ન્યુઝિલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ વિસ્ફોટક ઇનીંગ રમી હતી. જેમાં આજે ડેબ્યુ મેચમાં 155મો રન બનાવતા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 125 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. ડેવોને ટેસ્ટ મેચના બીજા દિવસે આ રેકોર્ડ બનાવતા જામનગરના જામ રણજીતસિંહે વર્ષ 1896માં ઇંગ્લેન્ડની ટીમમાંથી રમીને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની મેચમાં અણનમ 154 રન બનાવ્યા હતા જે રેકોર્ડ હતો. તેમજ લોર્ડસના મેદાનમાં ડેબ્યુ ટેસ્ટમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વર્ષ 1996માં એટલે કે 25 વર્ષ પહેલા 131 રન બનાવ્યા હતા.

ન્યુઝિલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ લોર્ડસના ઐતિહાસિક મેદાન ઉપર ડેબ્યુ મેચમાં સદી નોંધાવી અને 125 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. અને સાથે-સાથે વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની ગયો હતો. તેમજ ડેબ્યુ ટેસ્ટમાં સદી નોંધાવનાર ત્રીજો વિદેશી ખેલાડી બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular