Tuesday, April 1, 2025
Homeરાજ્યજામનગરરવિવારથી ક્રિકેટ બંગલામાં જામશે ક્રિકેટ જંગ

રવિવારથી ક્રિકેટ બંગલામાં જામશે ક્રિકેટ જંગ

જામ્યુકો આયોજીત હાલાર ટ્રોફીમાં 32 ટીમો લેશે ભાગ

જામનગર મહાનગરપાલિકા આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત ક્રિકેટ બંગલા ખાતે તા.13 માર્ચથી 32 ક્રિકેટ ટીમ વચ્ચે ક્રિકેટ જંગની શરૂઆત થશે. હાલાર ટ્રોફી ટુર્નામેન્ટ દરમ્યાન દરરોજ 2 મેચ 20-20 ઓવરના રમાડવામાં આવશે.

- Advertisement -

જેનો સમય સવારે 9 થી 1 અને બપોરે 2 થી 6 રાખવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત શહેરના ક્રિકેટરો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે . જેમાં ખુબજ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. તેમજ ટુંક સમયમાં 32 ટીમોની એન્ટ્રી આવેલ છે. જામનગરના ઉભરતા ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ તા.13 માર્ચનાં રોજ ક્રિકેટ બંગલા ખાતે જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ , સભ્યઓ અને કમિશ્નર દ્વારા સવારે 9 વાગ્યે પ્રારંભ કરાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular