Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરકિશાનચોકમાં મહાકાય વૃક્ષ રિક્ષા પર પડતાં રિક્ષાનો કડૂસલો

કિશાનચોકમાં મહાકાય વૃક્ષ રિક્ષા પર પડતાં રિક્ષાનો કડૂસલો

જામનગર શહેરમાં કિશાનચોક વિસ્તારમાં ગઇકાલે મોડીરાત્રે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં બાજુમાં રહેલી રીક્ષાનો કડૂસલો બોલી ગયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કિશાનચોક વિસ્તારના વોર્ડ નં. 13ના નગર સેવક કેતન નાખવાના ઘર પાસે આવેલ વર્ષો જુનુ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ બાજુમાં પડેલી રીક્ષા ઉપર પડતાં રીક્ષાનો કડૂસલો બોલી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં કોર્પોરેટર કેતન નાખવા તથા જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા પણ દોડી ગયા હતાં અને ફાયર શાખાને જાણ કરવામાં આવતાં જામ્યુકોની ફાયર શાખાની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વૃક્ષને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું. સીટી-એ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ટી.ડી. બુડાસણા સહિતની પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular