કૃષિ કાયદાઓ સામે પર્દર્શન કરી રહેલા ખેડૂતોનું આંદોલન સતત મજબુત બની રહ્યું છે. દિલ્હી લાલકિલ્લા ખાતે પ્રદર્શન કર્યા બાદ હવે ખેડૂતોએ 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ કલાક સુધી ભારત બંધનું એલાન કર્યું છે. બપોરે 12 થી 3 વાગ્યા સુધી ત્રણ કલાક સુધી ખેડૂતો દેશભરમાં ચક્કાજામ કરશે. જેના લીધે દિલ્હી બોર્ડર પર પણ પોલીસ બંધોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
કિસાન એકતા મોર્ચાએ જણાવ્યું કે, 41 ખેડૂત યુનિયનોએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી પોલીસ દ્રારા ગાજિપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ભારે બેરિકેડ્સ લગાવી દીધા છે. ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે તેની બોલવાની આઝાદી પર અંકુશ લગાવી દેવામાં આવ્યો છે. અને ખેડૂતોના ટ્વીટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે ઓછામાં ઓછા 122 FIR મનમાની તરીકે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13માં તબક્કાની વાતચીત થવાની છે. 12 વખત થયેલી વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર અડ્યા છે. શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. હરિયાણાના સાત જીલ્લા કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને જઝ્ઝરમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ટીકરી પર પહેલાં 4 ફૂટ મોટી સીમેન્ટની દિવાલ બનાવીને 4 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. અને રસ્તાઓ પર પણ સળિયા લગાવી દેવામાં આવ્યા છે. જેથી કરીને પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘુસવાનો પ્રયત્ન ન કરી શકે.