Sunday, January 11, 2026
Homeરાજ્યમોટા આસોટામાં ડૂબીને લાપતા બનેલા શ્રમિકનો આખરે મૃતદેહ સાંપળ્યો

મોટા આસોટામાં ડૂબીને લાપતા બનેલા શ્રમિકનો આખરે મૃતદેહ સાંપળ્યો

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા અને એક ખેડૂતને ત્યાં રહી અને મજૂરી કામ કરતો રમણીક નામના આશરે 45 વર્ષના એક પરપ્રાંતિય યુવાન સોમવારે આ વિસ્તારમાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં પડ્યા બાદ લાપતા બન્યો હતો. આ અંગે ફાયર ટીમ તથા એ.ડી.આર.એફ. દ્વારા તેની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો.
ઊંડા તળાવ જેવા ખાડાના કાદવમાં ખૂંપી ગયેલા આ યુવાનનો મૃતદેહ ગઈકાલે સાંજે ફૂલી ગયેલી હાલતમાં પાણી ઉપર તરી આવતા સ્થાનિક રહીશોએ આ મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકરણ અંગે વધુ કોઈ વિગત બહાર આવી નથી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular