સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ તંત્ર દ્વારા તકેદારીના પગલાંનો પ્રારંભ થઇ ચૂકયો છે. કોરોના જેટ ગતિએ વધતાં સુપર સ્પ્રેડર સ્થળોએ જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટ શરુ કરી દેવામાં આવ્યા છે. ગત શનિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક શાક માર્કેટમાં તેમજ રવિવારે સુભાષ શાક માર્કેટ ખાતે ધંધાર્થીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા મંગળવારી બજારમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં કોરોનાના કેસ તેજ ગતિએ વધતાં સંક્રમણને અટકાવવા જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કામગીરીમાં લાગી ચૂકયું છે. જામ્યુકોની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બજારોમાં કે જ્યાં વધુ ભીડ થતી હોય ત્યાં ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી સુપર સ્પ્રેડર સ્થળોએથી કોરોનાને અટકાવી શકાય.


