Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરભારે વરસાદીન આગાહીના પગલે અધિકારીઓ દ્વારા કંટ્રોલરૂમનું નિરીક્ષણ

ભારે વરસાદીન આગાહીના પગલે અધિકારીઓ દ્વારા કંટ્રોલરૂમનું નિરીક્ષણ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે વરસાદની પરિસ્થિતિમાં ફાયર વિભાગના ફલડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને વરસાદની સ્થિતિમાં પહોંચી વળવા માટે ફાયર ટીમ સજ્જ થઈ ગઈ છે અને આ ભારે વરસાદની આગાહીને પગલે કંટ્રોલરૂમમાં ફરજ પરના કર્મચારીઓ અને સાધનો બરાબર ચાલુ છે કેમ ? અને કર્મચારીઓ પોતાની ફરજ પર નિયત સમયે હાજર હોય છે કે કેમ ? તે અંગેનું સરપ્રાઈઝ ચેકીંગ નાયબ કમિશનર ડી.એન. ઝાલા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ સહિતના દ્વારા ફલડ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કંટ્રોલ રૂમમાં આવતી ફરિયાદોનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય છે કે કેમ ? અને શીફટવાઈઝ ફરજ પરના કર્મચારીઓ તેની ફરજ પર હાજર હોય છે કેમ ? તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓની ટીમે વોર્ડ ઈજનેર અને નાયબ ઈજનેરોને સતત મોનીટરીંગ કરવાની સૂચના આપી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular