કોરોનાકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા પીએમ કેર ફંડની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને વિરોધ પક્ષ દ્રારા અનેક વખત સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે દેશની મોટી કંપનીઓએ પીએમ કેર ફંડમાં જે રકમ ફાળવી છે તેના આંકડા સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રુપે 500 કરોડનું ભંડોળ આપ્યું છે.
પીએમ કેર ફંડની ગુપ્તતા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે જયારે દિગ્ગજ કંપનીઓ દ્રારા જે ફંડ આપવામાં આવ્યું છે તેના આંકડા સામે આવ્યા છે જેમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ રૂા.500 કરોડ ટાટા ગ્રુપે રૂા.500 કરોડ આદીત્ય બિરલા ગ્રુપે રૂા.400 કરોડ અદાણી ગ્રુપ દ્વારા રૂા.100 કરોડ આઈસીઆઈસીઆઈ બેન્કે રૂા.80 કરોડ, એચડીએફસી બેન્ક દ્વારા રૂા.70 કરોડ અને કોટક મહીન્દ્રા બેન્ક દ્વારા 25 કરોડ અપાયા છે. યસ બેન્કે પણ રૂા.10 કરોડ આપ્યા છે.
આ ફંડનું વડાપ્રધાન કાર્યાલય જ મેનેજ કરે છે. તા.31 માર્ચ 2020ના આ ફંડમાં રૂા.3076.62 કરોડ હોવાનું જાહેર થયુ હતુ. અગાઉ સરકારી બેન્કો અને અન્ય સરકારી સાહસોએ આ ભંડોળમાં નાણા આપ્યા હતા.હવે ખાનગી કંપનીએ એલએન્ડટી રૂા.150 કરોડ ઈન્ફોસીસ રૂા.50 કરોડ હીરો મોટો રૂા.50 કરોડ મહેન્દ્ર એન્ડ મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા રૂા.20 કરોડ, ટેક મહીન્દ્રા રૂા.20 કરોડ, ડાબર ઈન્ડીયા રૂા.11 કરોડ એશિયન પેઈન્ટસે રૂા.35 કરોડ આપ્યા છે. ભારતી એરટેલે રૂા.100 કરોડ આપ્યા છે.પીએમ કેર ફંડના નાણા કયાં ખર્ચાય છે તે જાહેર થયુ નથી