Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકમિશનરે રજૂ કર્યું જામ્યુકોનું 853 કરોડનું ડ્રાફટ બજેટ

કમિશનરે રજૂ કર્યું જામ્યુકોનું 853 કરોડનું ડ્રાફટ બજેટ

વોટરચાર્જ, મિલ્કતવેરો, સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં કોઇ વધારો નહીં : ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જ, ઢોર ડબ્બા ચાર્જ, જન્મ-મરણ પ્રમાણપત્ર ફી તથા બાગ-બગીચાઓમાં પ્રવેશ ફીમાં સામાન્ય વધારો સૂચવવામાં આવ્યો : વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ દરમ્યાન જામ્યુકોને સરકાર તરફથી 359 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે

- Advertisement -

મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ જામનગર મહાપાલિકાનું 2022-23નું રૂા. 853 કરોડનું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કર્યુ છે. અંદાજપત્રમાં ભૂર્ગભ ગટર હાઉસ કનેકશન ચાર્જ, ઢોરના ડબ્બા ચાર્જ, જન્મ-મરણ પ્રમાણપત્ર ફી, બાગ બગીચાઓની પ્રવેશ ફી, લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ મેળવવા માટેની ફી તથા ફોટોગ્રાફી ચાર્જિસમાં વધારો સૂચવવામાં આવ્યો છે. જામ્યુકોએ સૂચવેલા આ વધારાથી આવકમાં 45 લાખનો વધારો થશે. કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી પાણી ચાર્જ, મિલ્કતવેરો, સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જ જેવા મુખ્યવેરાઓના દર યથાવત રાખવામાં આવ્યા છે. જામનગર મહાપાલિકાનું વર્ષ 2022-23નું ડ્રાફટ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ આજે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યુ હતું. સમિતિના ચેરમેન મનિષ કટારિયાને સુપ્રત કરેલાં કુલ 853 કરોડના ખર્ચનો અંદાજ ધરાવતાં આ બજેટમાં વર્ષ દરમ્યાન જુદા-જુદા સ્ત્રોતમાંથી 760 કરોડની આવક દર્શાવવામાં આવી છે. જયારે વર્ષના અંતે 147 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. મહાપાલિકાને વર્ષ દરમ્યાન રાજય સરકાર તરફથી જુદી-જુદી યોજનાઓ અંતર્ગત કુલ રૂા. 359 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે.

- Advertisement -

 

- Advertisement -

જે સામે વર્ષ દરમ્યાન 489 કરોડના યોજનાકીય ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કમિશનરે રજુ કરેલાં ડ્રાફટ બજેટમાં ભૂગર્ભ ગટર, હાઉસ કનેકશન ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે. રહેણાંક માટે રૂા. 700થી વધારીને 1000 રૂપિયા તથા બિન રહેણાંક માટે રૂા. 1800થી વધારીને રૂા. 2000 સૂચવવામાં આવ્યો છે. જન્મ-મરણ પ્રમાણપત્ર ફી બમણી કરવામાં આવી છે. જયારે ઢોરના ડબ્બાના ચાર્જમાં પશુ દીઠ રૂા. 50 થી 100નો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક, લાખોટા લેક પરિસર તથા રણજીતસિંહજી પાર્કની પ્રવેશ ફી માં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. લાખોટા લેક માટે રૂા. 10ને બદલે 15 એમ્યુઝમેન્ટ પાર્ક 10ને બદલે 15 તેવી જ રીતે રણજીતસિંહજી પાર્કમાં રૂા. 10ને બદલે 15 સૂચવવામાં આવી છે. જયારે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ મેળવવા માટેની ફી રૂા. 100 કરવામાં આવી છે. અગાઉ કોઇ ચાર્જ લેવામાં આવતો ન હતો. તેવી જ રીતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ચાર્જ, વાર્ષિક રૂા. 2,500 સૂચવવામાં આવ્યો છે. આ સૂચિત દર વધારાને કારણે જામ્યુકોને વર્ષે રૂા. 45 લાખની વધારાની આવક થશે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી વોટરચાર્જ, મિલ્કતવેરો, સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જે ગત વર્ષ મુજબ જ યથાવત રહેશે. બજેટ અનુમાન મુજબ દરેક શહેરીજન ઉપર માથાદીઠ દેવું 9,967થી વધીને રૂા. 10,419 થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular