Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

જામનગરમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર શુક્રવારે સાંજના સમયે એક નરાધમ શખ્સે માસુમ બાળકને લલચાવી ફોસલાવી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટનાથી ભયભીત થયેલો બાળક ભાગવા જતા પડી જવાથી ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દરમિયાન સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારને પ્રજાએ ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો.

- Advertisement -

આ ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે એક નરાધમ શખ્સે માસુમ બાળકને લલચાવી ફોસલાવી લઇ ગયો હતો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. નરાધમ દ્વારા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા ભયભીત થયેલા બાળકને ભાગવા જતા પટકાતા ઈજા પહોંચી હતી અને તે જ દરમિયાન લોકો એકઠાં થઈ જતાં નરાધમને પણ ઝડપી લીધો હતો. બાદમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે નરાધમને પકડીને લોકોએ લમધાર્યો હતો. તેમજ આ અંગેની જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નરાધમની અટકાયત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular