Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા ત્રણ પ્રકલ્પોને અપાઈ મંજૂરી

મુખ્યમંત્રી દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા ત્રણ પ્રકલ્પોને અપાઈ મંજૂરી

જામનગરનું નવીન તાલુકા પંચાયત ભવન, ગ્રામ પંચાયતોને 1.33 કરોડથી વધુના ખર્ચે 48 ટ્રેક્ટર તથા જાડા વિસ્તારના 35 ગામોમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની સુવિધા ઉભી કરાઈ

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ધ્રોલ ખાતેથી અનેક બાગાયતી યોજનાઓનો શુભારંભ કરાવ્યો જેમાં જામનગર જિલ્લાના લોકોને સુખાકારીમાં વધારો થાય તેવા અન્ય ત્રણ પ્રકલ્પોને પણ મુખ્યમંત્રી મંજૂરી આપી છે. જેમાં 2.86 કરોડથી વધુના ખર્ચે જામનગર તાલુકા પંચાયતના નવીન ભવનનુ ખાતમુહુર્ત, ગ્રામ પંચાયતોને 1.33 કરોડથી વધુના ખર્ચે 48 ટ્રેક્ટર તથા જાડા વિસ્તારના ૩૫ ગામોમાં ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની સુવિધા ઉભી કરવામા આવી છે.
જામનગર તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરીત હોય તેના સ્થાને જૂના બિલ્ડિંગને પાડી નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગ બનાવવા અંગે સરકારમાં રજૂઆત કરવામા આવેલ જે ધ્યાને લઈ તાંત્રિક મંજૂરી, નકશા અંદાજો મેળવી આ કામની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જે કામ રૂ. 28650926.53 ના ખર્ચે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જેનુ મુખ્યમંત્રી શ્રી દ્વારા ઈ- ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

- Advertisement -

જામનગર જિલ્લાના જાડા વિસ્તારમાં સમાવિષ્ટ ૩૫ ગામોમાં દૈનિક ધોરણે ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે ડોર ટુ ડોર કામગીરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવી છે.જેમાં 35 ગામોના ૬ ક્લસ્ટર તથા 12 પેટા કલસ્ટર બનાવી 12 ટ્રેક્ટર વાહનોના માધ્યમથી દૈનિક કચરો એકત્ર કરી ઠેબા ડમ્પિંગ સાઇડ પર નિકાલ કરવામાં આવે છે ત્યાંથી કચરાનો ઉપયોગ મહાનગરપાલિકાના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે કરવામાં આવશે. આ કામગીરીની સુચારૂ અમલવારી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે. દૈનિક કચરો એકત્ર કરી ગામમાં સફાઈની સાથે દરેક ગ્રામ પંચાયત સ્વચ્છ, સ્વસ્થ અને મોડલ બને તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.

15 માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2020-21 ની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી રૂ. 3640000 ના 13 ટ્રેક્ટર તથા વર્ષ 2020-21 તથા 2021-22 ની તાલુકા કક્ષાની 20% ગ્રાન્ટમાંથી રૂ.9680320 ના ખર્ચે 35 ટ્રેક્ટરનું લોકાર્પણ જામનગર જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.આ વાહનોનો ઉપયોગ ગ્રામ પંચાયતો પોતાના વિસ્તારમાં ઘન કચરાના નિકાલ સહિત આનુસંગિક કામો માટે કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular