દ્વારકાના રાજણરા ગામે અકસ્માતે પાણીમાં ડુબી જતાં થયેલ મૃત્યુમાં વારસદારને ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો.
દ્વારકા તાલુકાનાં રાજપરા ગામે ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદી પાણીમાં દેવુભા પાલાભા માણેક અકસ્માતે પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. ત્યારે તાલુકા વિકાસ અધિકારી શેરઠીયાના હસ્તે મૃતકના પિતા પાલાભા જેઠાભા માણેક ને તાત્કાલિક સહાયનાં ધોરણે રૂા.4,00,000નો ચેક અર્પણ કરાયો હતો.