Saturday, October 19, 2024
Homeરાષ્ટ્રીયવેકસીનની અછત વચ્ચે માઠાં સમાચાર

વેકસીનની અછત વચ્ચે માઠાં સમાચાર

- Advertisement -

કોરોનાની વેક્સિનની ઉપલબ્ધતા અંગે ગત મહિને કેન્દ્ર સરકારે જે દાવો કર્યો હતો તેનાથી અલગ જ તસવીર સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખી છે. 13 મેના રોજ કહેવામાં આવ્યુ હતું કે ઓગષ્ટથી ડિસેમ્બર વચ્ચે, 5 મહિનામાં બે અબજથી વધુ (216 કરોડ) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે 26 જૂનને શનિવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યુ કે ઓગષ્ટથી ડિસેમ્બર વચ્ચે 135 કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે દેશમાં આ વર્ષે 81 કરોડ ડોઝ ઓછા ઉપલબ્ધ થશે.

સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે સૂચિત કર્યા મુજબ, 18 વર્ષથી ઉપરના કુલ 93-94 કરોડ લોકો છે. તેમને આ વર્ષના અંત સુધીમાં વેક્સિનેશન માટે 186થી 188 કરોડ ડોઝની જરૂર છે. સરકારે જૂલાઈ સુધીમાં 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનો દાવો કર્યો છે. કેન્દ્રએ કહયુ કે તેમાંથી 35.6 કરોડ ડોઝ રાજયોને અપાઈ ચૂકયા છે. નીતિ આયોગના સદસ્ય વી.કે.પોલે 13 મે, 2021ના કહ્યુ હતુ કે દેશમાં 5 મહિનામાં 2 અબજ (216 કરોડ) ડોઝ બનાવવામાં આવશે. વેક્સિન સૌ માટે ઉપલબ્ધ થશે.

હવે સરકારે સુપ્રીમ કોર્ટમાં જે કહ્યુ છે તે મુજબ 31 જૂલાઈ સુધી કુલ 51.6 કરોડ ડોઝ અને ઓગષ્ટથી ડિસેમ્બર વચ્ચે 135 કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે. તે માટે કોવિશીલ્ડના 50 કરોડ ડોઝ, કોવેક્સિનના 40 કરોડ ડોઝ, સ્પૂતનિક વીના 10 કરોડ ડોઝ સાથે અન્ય વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રના મેથી જૂનના અનુમાનોમાં 81 કરોડનું અંતર રહેવા સાથે કોઈ વેક્સિન ઉપલબ્ધ થશે તેના આંક પણ ઘટાડી નાખવામાં આવ્યા છે. સરકારે એવો પણ દાવો કર્યો હતો કે વર્ષના અંત સુધીમાં 8 જેટલી વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. હવે સરકારે સુપ્રીમને કહ્યુ કે વર્ષના અંત સુધીમાં 5 વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular