દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલ્યાણપુર ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે કલકેટરના અધ્યક્ષસ્થાને રિહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.