Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાંથી છ માસ પૂર્વે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

જી. જી. હોસ્પિટલમાંથી છ માસ પૂર્વે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

જામનગર શહેરમાં અંબર ચોકડી પાસેથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તસ્કરને ઝડપી લઇ છ માસ પૂર્વે થયેલી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાંથી છ માસ પહેલાં થયેલ મોબાઇલ ચોરી આચરનાર તસ્કર અંગેની પો.કો. બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે વોચ ગોઠવી અંબર ચોકડી પાસેથી મોબાઇલ વેંચવા આવેલ ક્રિમ કલરનું શર્ટ અને ભુખરા કલરનું પેન્ટ પહેરલ ગલુ રામસંદ ગુંદીયા (રહે. વિરવાવ, કાલાવડ તાલુકો, જામનગર) નામના તસ્કરને આંતરીને તેની પાસેથી રૂા.15000 ની કિંમતનો ચોરાઉ મોબાઇલ મળી આવતા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ મોબાઇલ છ માસ પૂર્વે જી. જી. હોસ્પિટલમાં બાકડા ઉપરથી ચોરી કર્યાની કેફીયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular