Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છકારે નદીમાં લગાવી ડાઈવ....- VIDEO

કારે નદીમાં લગાવી ડાઈવ….- VIDEO

જોડિયા અને કુંનળ વચ્ચે ઉંડ નદીના પુલિયા નીચે અચાનક કાર ખાબકી : ચાર યુવાનોને સહીસલામત બહાર કઢાયા : બે ને જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા

જોડિયા તાલુકાના હડિયાણા ગામથી શનિવારે રાત્રિના સમયે જોડિયા તરફ આવી રહેલી કાર કુનડ પાસેના પૂલિયા પરથી ઉંડ નદીમાં 80 ફુટ નીચે ખાબકી હતી. આ ઘટનાની જાણના આધારે પોલીસે ચાર યુવાનોને આબાદ બચાવી લઇ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ બનાવની વધુ વિગત મુજબ જોડિયા તાલુકાના હડિયાણા ગામથી જોડિયા તરફ આવી રહેલી એક કાર જોડિયા અને કુનડ વચ્ચે આવેલા ઉંડ નદીના પૂલિયા પર પહોંચી ત્યારે ચાલકે કાબૂ ગૂમાવી દેતાં કાર 80 ફુટ નીચે નદીમાં ખાબકી હતી. જો કે, કાર ખાબકયાની જાણના આધારે પોલીસ તથા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી ચાર યુવાનોને સહીસલામત બહાર કાઢી લીધા હતા. તે પૈકીના અકબર અબ્દુલ પરમલ અને સુલ્તાન ઇશાક નામના બે વ્યક્તિઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જ્યારે આરીફ હુસેન પરમલ અને શબ્બીર હબીબ સના નામના બે યુવાનોને વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular