સુરતમાં સીટી બસના ડ્રાઈવરને ખેંચ ઉપડતા બસ હોટેલમાં ઘુસી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી ગઈ હતી. જેના પરિણામે બસમાં બેઠેલા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા. પરંતુ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી તેથી સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી તેમ કહી શકાય. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#Surat #CCTV #Videonews #Khabargujarat
સુરતમાં સીટી બસના ચાલકને ખેંચ ઉપડતા બસ હોટેલમાં ઘુસી ગઈ
બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
મુસાફરો સુરક્ષિત pic.twitter.com/MJSVgpj4qT
— Khabar Gujarat (@khabargujarat) May 3, 2022
સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહેલી સીટી બસના ચાલકને ખેંચ આવતા કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે. અને હોટેલની બાજુમાં પાર્ક કરેલી કારમાં કોઈ બેઠું ન હોવાથી દુર્ઘટના થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.