મહારાષ્ટ્ર માંથી એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં દુલ્હન વરરાજાથી નારાજ થતાં ત્યાં આવેલા અન્ય એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. વરરાજો અને તેના મિત્રો નશામાં દૂત થઇ નાચી રહ્યા હતા અને લગ્નના મૂહર્ત પછી જાન 4 વાગ્યે પહોચી હતી અને 8 વાગ્યા સુધી તેઓ નાચતા રહ્યા અને મોડું આવવાનું કારણ પૂછતાં જાનૈયા મારપીટ પર ઊતરી આવ્યા હતા. બાદમાં યુવતીના પિતાએ લગ્નમાં આવેલા અન્ય એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઊતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. અને દારૂના નશામાં ધૂત વરરાજો મોડે સુધી નાચી રહ્યો હતો. જેથી દુલ્હનના પિતાએ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા હતા. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે જાન ગેટ સુધી આવી ગઈ હતી અને લગ્ન ન થાત તો પરિવારની બદનામી થાય એવું હતું. પરંતુ બાદમાં મામલો પંચાયત પાસે પહોચ્યો અને તેનું નિરાકરણ લાવી તે જ લગ્નમંડપના યુવતીના લગ્ન અન્ય યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. પિતાએ તે યુવક સાથે વાત કરતાં તે લગ્ન માટે રાજી પણ થઈ ગયો હતો. યુવતી અને આ યુવક સારા મિત્રો છે.
દુલ્હને જણાવ્યું હતું કે સારું થયું લગ્ન મંડપમાં જ ખબર પડી ગઈ કે યુવક દારૂ પીવે છે. અમને પહેલાથી જ આ અંગે જાણ થઇ ગઈ અને હવે તે મિત્ર સાથે લગ્ન કરીને ખુશ છે. તો બીજી તરફ દારૂના નશામાં આવેલા વરરાજાએ પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે.