જામનગર શહેરના સીટી સી અને સીક્કા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી અને ફર્લો સ્કવોર્ડની ટીમે આવાસ કોલોનીમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસ્તો ફરતો પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીકાંત ગજરા નામનો શખ્સ અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં.41 માં હોવાની સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, રણજીતસિંહ પરમારને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઇ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, સંજયભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પેરોલ સ્કવોર્ડ સહિતના સ્ટાફે શેખપાટના પાટીયા નજીકથી પ્રવિણને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.