જામનગર તાલુકાના વિભાપર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાં કોઇ કારણસર પડી જતા જૂનાગઢના યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ બહાર કાઢી મૃતકના પરિવારજનોની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામની સીમમાં ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલા જેસાભાઈ કંડોરીયાના કુવામાં સોમવારે બપોરના સમયે યુવાનનો મૃતદેહ મળી આવતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કૂવામાંથી જૂનાગઢના વતની દેવરાજ બાબુભાઇ (ઉ.વ.35) નામના યુવાનનો મૃતદેહને પીએમ માટે મોકલી મરૂન કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ માથે કાળા વાળ તથા જમણી બાજુ છાતીના ભાગે અંગે્રજીમાં P ત્રોફાવેલ છે. તેમજ જમણા હાથના અંગુઠા અને કલાઇની વચ્ચે D.K. ત્રોફાવેલ દેવરાજભાઈના પરિવારજનોની શોધખોળ આરંભી હતી. આ અંગે કોઇપણ વ્યક્તિને તેના પરિવારજનોની જાણ થાય તો બેડી મરીન પોલીસ સ્ટેશન મો.6359627846 નંબર પર સંપર્ક કરવા પીએસઆઇ ઓડેદરાની યાદીમાં જણાવાયું છે.