જામનગર તાલુકાના હાપા ગામે રહેતો અને મજૂરી કામ કરતા યુવાનનો મૃતદેહ કાલાવડ તાલુકાના પીઠડિયા ગામ પાસે આવેલી નદીમાંથી મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના સરાપાદર ગામના વાડી વિસ્તારમાં રહેતાં વૃદ્ધ ખેડૂતને હૃદયરોગનો હુમલો આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો રવિ કિશોરભાઈ દેસાણી (ઉ.વ.22) નામનો યુવાન બુધવારે ઘરેથી કંપનીમાં કામે ગયો ન હતો અને બહાર જતો રહ્યો હતો ત્યારબાદ ગુરૂવારે બપોરના સમયે કાલાવડ તાલુકાના પીઠડિયા-03 ગામમાં આવેલી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં મળી આવ્યાની જાણ થતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના સરાપાદર ગામમાં રહેતા રણછોડભાઈ ગાંડુભાઈ પીપરિયા (ઉ.વ.60) નામના વૃધ્ધ ખેડૂતને બુધવારે સવારના સમયેતેના ખેતરે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હરીલાલ પીપરિયા દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ. આર. ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.