સુરતના એસઆરપી કેમ્પમાં રહેતા અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશમાં ફરજ બજાવતા જવાન રવિવારે ફરજ પરથી કોઇને જાણ કર્યા વગર ચાલ્ય જતા લાપતા થયેલા જવાનની પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન બુધવારે સાંજના સમયે પન્ના ડેમ તળાવમાંથી જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે ની વિગત મુજબ, સુરતમાં વાવ એસઆરપી કેમ્પમાં સી બ્લોક રૂમ નં 11 માં રહેતા અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશમાં ફરજ બજાવતા નીતિનભાઈ બાબુભાઈ ધુલિયા (ઉ.વર્ષ 52) નામના 5’53 ઉંચાઈ ધરાવતા ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા શરીરે પોલીસ યુનિફોર્મ પહેરેલા પ્રોઢ ગત રવિવારે સાંજથી સવાર સુધીમાં તેની ફરજ દરમિયાન કાનાલુશ માંથી ઘરના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. આ અંગેની રાજેશ ગામીત દ્વારા જાણ કરતા હે.કો વી.સી.જાડેજા તથા સ્ટાફે જવાન વિશે કોઈ પણ માહિતી મળે તો મેઘપર પોલીસ સ્ટેશનના મો.63596 27849 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.
દરમિયાન લાપતા થયેલ હેકો નિતીનભાઈ બાબુભાઈ ધુલિયા નામના પ્રૌઢનો મૃતદેહ મેઘપર નજીક આવેલા પન્ના ડેમ તળાવમાંથી મળી આવતા પોલીસે સ્થળ પર જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.