ઓખા નજીકના આરંભડા વિસ્તારમાં આવેલી એક કંપનીની સાઈટ પાસેના દરિયા કિનારામાં આવેલા ચેરના ઝાડ પાસે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા ઓખા મરીન પોલીસને કરવામાં આવી હતી. જેથી ઓખા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ સ્થળે આશરે 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ પડ્યો હતો. જેથી પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી કરી હતી. આ અજાણ્યા યુવાનનું કોઈ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવા અંગેની નોંધ આરંભડાના રહીશ ભગતભા માણેકએ સ્થાનિક પોલીસમાં કરાવી છે. જે અંગે પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.