Friday, December 5, 2025
Homeરાજ્યમીઠાપુરના દરિયા કાંઠેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડયો

મીઠાપુરના દરિયા કાંઠેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડયો

મીઠાપુર નજીક આવેલા આરંભડા વિસ્તારના દરિયા કાંઠે સ્થિત એક મંદિર પાસે એક મૃતદેહ પડ્યો હોવા અંગે માહિતી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવતા મીઠાપુર પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો અને દરિયાકિનારે રહેલી એક પુરૂષની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ અજાણ્યા પુરૂષનું કોઈ કારણોસર થોડા દિવસ અગાઉ દરિયાના પાણીમાં પડી જવાના કારણે મૃત્યુ નિપજયું હોવાનું તથા મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હોવાનું સ્થાનિક રહીશ વિરમભાઈ પરમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે મીઠાપુર પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular