Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકૌટુંબિક કાકાને બચાવવા ગયેલ યુવાન ભત્રીજાનો મૃતદેહ સાંપડયો

કૌટુંબિક કાકાને બચાવવા ગયેલ યુવાન ભત્રીજાનો મૃતદેહ સાંપડયો

સોમવારે બપોરે લાપત્તા થયો : બુધવારે સવારે મહાપ્રભુજની બેઠક પાસેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડિયાર સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો યુવાન સોમવારે બપોરે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતાં સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે તેના કાકાને બચાવવા માટે ગયો હતો. તે દરમ્યાન પાણીનો પ્રવાહ વધી જવાથી તણાઇ જતાં લાપતા થયા બાદ આજે સવારે બે દિવસ બાદ યુવાનનો મૃતદેહ મહાપ્રભુજીની બેઠક પાસેની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

- Advertisement -


આ અંગેની વિગત આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે સાલુપીર દરગાહ પાછળ ખોડિયાર સોાસયટી મકાન નં.4માં રહેતો ભરત અમૃતલાલ કટેશિયા (ઉ.વ.25) નામનો શ્રમિક યુવાન સોમવારે બપોરના સમયે મહાપ્રભુજીની બેઠક પાસે સુર્યમુખી હનુમાનજીના મંદિર નજીક રહેતાં તેના કૌટુંબિક કાકાના રહેણાંક વિસ્તારમાં વરસાદીપાણી ભરાતા તેમને બચાવવા ગયો હતો અને બચાવ કામગીરી દરમ્યાન પાણીનો પ્રવાહ વધી જવાથી ભરત કટેશિયા નામનો યુવાના પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો. લાપતા થયેલા ભરતની શોધખોળ માટે સ્થાનિકોએ જહેમત ઉઠાવી હતી. દરમિયાન આજે સવારે મહાપ્રભુજીની બેઠક પાસેના ઝાડીઓના વિસ્તારમાં કોઇ પુરૂષનો મૃતદેહ હોવાની જાણ થતા પોલીસ અને સ્થાીનિક લોકો સ્થળ પર દોડી ગયા હતાં. મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા આ મૃતદેહ લાપતા થયેલા ભરત અમૃતલાલ કટેશિયા નામના યુવાનનો હોવાની ઓળખ થઈ હતી. જેના આધારે હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular