Tuesday, December 24, 2024
Homeરાજ્યધ્રોલના માણેકપરની સીમના કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

ધ્રોલના માણેકપરની સીમના કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો

મજૂરીકામ ન મળતા આર્થિક સંકળામણથી ત્રસ્ત યુવાને જિંદગી ટૂંકાવી : મોટા પરિવારને કારણે આર્થિક સંકળામણ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ધ્રોલ તાલુકાના માણેકપર ગામની સીમમાં કામ-ધંધો ન મળતા મોટા પરિવારને કારણે આર્થિક સંકળામણ અનુભવતા યુવાને વાડીના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ભંડારિયા હનુમાનજી મંદિર પાસે રહેતા કાલિયાભાઈ કેન્દુભાઈ ચૌહાણ (ઉ.વ.32) નામના યુવાનનો પરિવાર મોટો હતો અને છેલ્લાં થોડા સમયથી છૂટક કામ ધંધો મળતો ન હોવાથી અને દારૂ પીવાની કૂટેવ ધરાવતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને મંગળવારે સાંજના સમયે ધ્રોલ તાલુકાના માણેકપર ગામની સીમમાં આવેલી નાગજીભાઈ પટેલની વાડીના ખેતરમાં કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ કુંદીબેન કાલિયાભાઈ દ્વારા કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે ફાયર ટીમની મદદથી કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular