જામનગર શહેરમાં પાબારી હોલ સામે આવેલા લાખોટા તળાવમાંથી આજે સવારે ફાયરની ટીમે યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. જેના આધારે ઓળખ મેળવતા મૃતક યુવાનનો રાજકોટના એડ્રેસ વાળુ આધારકાર્ડ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.
જામનગરના લખોટા તળાવમાંથી યુવકનો મૃતદેહ સાંપડ્યો #khabargujarat
for more detais visiti our website https://t.co/jxHjz1fmvq pic.twitter.com/4FsM2FwvYQ
— Khabar Gujarat (@khabargujarat) December 7, 2021
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પાબારી હોલ સામે આવેલા લાખોટા તળાવના પાણીમાં કોઇ યુવાનનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતાં. તળાવમાં યુવાનનો મૃતદેહ બહાર કાઢી તેની પાસેથી કારિયા જયદીપ અશોક કુમાર નામનું ફલેટ નંબર 9 વિષ્ણુ એપાર્ટમેન્ટ ડોકટર મોરી કલીનિક સામે 23-ન્યુ જાગનાથ રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ મળી આવ્યું હતું અને ફોટો તથા એક ચીઠીમાં 305 માં શિવમ રેસીડેન્સી સર્વોદય સોસાયટી જનતા ફાટક પાસે મિનાક્ષી સ્કૂલ પાછળ જામનગર લખેલી ચીઠી મળી આવી હતી. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ તેમજ જામનગરના સરનામાવાળી ચીઠીના આધારે મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.