Monday, December 23, 2024
Homeરાજ્યલાલપુરના બબરજરમાંથી યુવાનનો કોહવાઇ ગયેલો મૃતદેહ સાંપડયો

લાલપુરના બબરજરમાંથી યુવાનનો કોહવાઇ ગયેલો મૃતદેહ સાંપડયો

28 થી 32 વર્ષના યુવાનનો મૃતદેહ હોવાની આશંકા

- Advertisement -

જામનગર-લાલપુર તાલુકાના બબરજર ગામની સીમના વાડી વિસ્તારમાં તળાવના કાંઠા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડતા પોલીસે પીએમ માટે મોકલી ઓળખ મેળવવા સહિતની તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના બબરજર ગામની સીમમાં તળાવના કાંઠા પાસે પડતર જમીનના સેઢે અજાણ્યા પુરૂષનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યાની દેવશીભાઈ બંધિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. મૃતદેહ આશરે 28 થી 32 વર્ષના યુવાનનો હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે મૃતકની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા ? તે દિશામાં તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular