જામનગર શહેરના ત્રણ દરવાજા નજીક આવેલા શુલભ શૌચાલય પાસેથી શનિવારે સવારના સમયે નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ત્રણ દરવાજા નજીક આવેલા સરકારી શૌચાલય પાસે જાહેર રોડ પરથી શનિવારે વહેલીસવારના સમયે અજાણી મહિલાએ નવજાત શીશુને જન્મ આપ્યા બાદ હત્યા નિપજાવી મુકીને નાશી ગયા હતાં. બનાવની જાણ થતા પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી નવજાત શિશુનો મૃતદેહ સંભાળી તપાસ આરંભી હતી. શહેરમાંથી અગાઉ પણ અજાણી સ્ત્રીઓ દ્વારા નવજાત શિશુને જન્મ આપી તરછોડી દેવાની ઘટનાઓ બની ગઈ છે. પરંતુ, શનિવારે બનેલી આ ઘટનામાં નવજાત શિશુની હત્યા નિપજાવ્યાના બનાવથી શહેરીજનોમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી અને એક માતા દ્વારા આ રીતે નિષ્ઠુર બની બાળકને તરછોડી દેવાના બનાવમાં પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.