જામનગર તાલુકાના ખીમલિયા ગામમાં રહેતો યુવાનને તાવ અને બ્લ્ડપ્રેશરની તકલીફ હોય જેથી તેની દવા લેવાનું કહી ગત રવિવારે ઘરેથી નિકળ્યા બાદ નાગમતિ ડેમના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલિયા ગામના સીમ વિસ્તારમાં રહેતો માવજીભાઈ બુધ્ધાભાઈ હિંગળા (ઉ.વ.35) નામના યુવાનને છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો અને બ્લડપ્રેશરની તકલીફ હોવાથી ગત રવિવારે મધ્યરાત્રિના અરસામાં તેની માતાને દવાખાને દવા લેવા જવાનું કહી ઘરેથી નિકળ્યો હતો. પરંતુ, ત્યારથી લાપતા રહેલા યુવાનની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ યુવાનનો પતો લાગ્યો ન હતો. દરમિયાન જામનગર તાલુકાના ખીમલિયા અને મોખાણા ગામ વચ્ચે આવેલા બેઠા પુલિયા નજીક નાગમતિ નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું અને તેનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવતા એએસઆઈ પી.એ. ખાણધર તથા સ્ટાફે હરીભાઈ હિંગળાના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.