ભાણવડ પત્રકાર મંડળ દ્રારા બોર્ડના પરીક્ષાર્થીઓને મીઠામોઢા કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ભાણવડ પત્રકાર મંડળ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી બોર્ડના પરીક્ષાર્થીઓને મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવવાની પરંપરા રહી છે, ત્યારે આજરોજ શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના સમયે કેન્દ્ર પર પત્રકાર મંડળના હોદ્દેદારો વિદ્યાર્થીઓને મીઠા મોઢા કુમ કુમ તિલક, સાકરથી કરાવી શુભેચ્છા પાઠવી હતી.
પત્રકાર મંડળના પ્રમુખ મારખીભાઈ વરૂ, કિશનભાઈ ગોજિયા, સુમિતભાઈ દત્તાણી, રવિભાઈ પરમાર, મનિષભાઈ ઘેલાણી, પદુભા, આનંદ પોપટ, અમિત વરૂ, રાજુભાઈ મોઢવાડિયા સહિત, પત્રકાર મંડળના હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ભાણવડમાં કુલ 4 સેન્ટર ફાળવેલ છે. જેમાં કુલ 1193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ભાણવડના પીએસઆઇ વાદા સહિત 30 કર્મચારીઓનો કાફલાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.