Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરતોઉ’તે વાવાઝોડા દરમિયાન સરકારની કામગીરીને બિરદાવતું શહેર ભાજપ

તોઉ’તે વાવાઝોડા દરમિયાન સરકારની કામગીરીને બિરદાવતું શહેર ભાજપ

- Advertisement -

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ તોઉ’તે વાવાજોડા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી, વાવાજોડા નો સામનો કરવા ઓછામાં ઓછું નુકશાન થાય તેવી નક્કર અને મક્કમ કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃવ થકી ગુજરાત માં તોઉ’તે વાવાઝોડાનો આયોજનબદ્ધ રીતે સામનો કરવામાં આવ્યો હતો. વાવાઝોડાની આગાહીના સમાચાર સાથે જ રાજ્ય સરકારે તાકીદના પગલાં શરું કર્યા, કોરોના મહામારી અનવયે દરિયા કિનારાના વિસ્તારોની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને અગાઉ થી જ અન્ય સુરક્ષિત હોસ્પિટલોમાં સ્થળાંતરિત કરી લેવાયા, પ્રત્યેક હોસ્પિટલોમાં વીજ પ્રવાહ ખોરવાઈ તો જનરેટરની સુવિધાઓની વ્યસ્થા કરાઈ, પ્રત્યેક જિલ્લાની જવાબદારી એક એક મંત્રીઓને સોંપાઈ, અને અંગત દેખરેખ હેઠળ તોઉતે વાવાજોડા સમયે પ્રત્યેક જિલ્લા ઉપર નજર રાખવામાં આવી. ક્ધટ્રોલ રૂમની જવાબદારી ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંભાળી. આ તબ્બકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ પણ “સેવા એજ સંગઠન”ના મંત્રને આગળ ધપાવતા પ્રત્યેક જિલ્લામાં કાર્યકર્તાઓને અસરગ્રસ્ત લોકો માટે ભોજન, નાસ્તા ઇત્યાદિની વ્યસ્થા કરવા, લોકોની જરૂરિયાત સમયે લોકો સમક્ષ રહેવા આહવાહનો કર્યા હતા. જે પ્રશંસનિય અને સહાયરૂપ નિવડ્યા હતા.

ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વાવાજોડા પશ્ર્ચાતાપ ગણતરીની કલાકોમાં જ ગુજરાત આવ્યા, હવાઈ નિરીક્ષણ કરી 1000 કરોડની સહાય જાહેર કરવામાં આવી, કૃદરતી આફતોમાં મૃત્યુ પામેલ માટે 2 લાખ તથા ઘાયલ લોકો માટે 50 હજારની સહાય ની જાહેરાત કરેલ કરી હતી. આ તબ્બકે જામનગર શહેર ના મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા સતત ક્ધટ્રોલ રૂમ પર હાજર રહ્યા હતા. વાવાઝોડા અન્વયે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા તથા કૃષિમંત્રી આર.સી.ફળદુ પણ સમગ્ર સ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા સતત વહીવટી અધિકરીઓ, સંગઠનના હોદેદારો અને જામનગરના લોકોના સંપર્કમાં રહી વાવાજોડાની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા હતા. સવારે વાવઝોડું જામનગર તરફ અસર નહિ કરે, તેવી માહિતી મળતા સૌ એ રાહત અનુભવેલ. ભારતીય જનતા પાટટીના શહેર સંગઠનના હોદેદારો, ચૂંટાયેલ સભ્યો, વોર્ડ પ્રતિનિધિઓ, હોદેદારોએ વિવિધ સમિતિઓની રચના કરી શહેરમાં વાવાઝોડાની આફત સામે પોતાની તૈયારીઓ પરિપૂર્ણ કરી હતી.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા કુદરતી આફત સમાન વાવાઝોડા બાદ વીજળી, રસ્તા, સહીતના કામો યુદ્ધના ધોરણે હાથ ધરી, પરિસ્થિતિ સામાન્ય બનાવ માટે ગુજરાતમાં સંવેધાનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય સરકારના મંત્રીઓ; પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા વહીવટી તંત્રની આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. તેમ ભાજપ જામનગર શહેર મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular