પ્રેમ આંધળો છે એ વાત તો સાંભળી હતી પણ નાસમજ પણ છે એ વાત પણ સાચી આવો જ એક કિસ્સો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. વેવાણ અને વેવાઈ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે રોકાવવા આવતાં વેવાઈ સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં જમાઈનું મોત થતાં મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગી હતી. દીકરીના બીજા લગ્નમાં સાસરિયાઓ મારપીટ કરતાં પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતાં 181 હેલ્પલાઈનની (181 ઠજ્ઞળયક્ષ ઇંયહાહશક્ષય) મદદ લીધી હતી. જેમાં મહિલા ટીમ દ્વારા કાઉન્સલિંગ કરીને મહિલા, તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી.
181ને પૂર્વ વિસ્તારમાંથી રહેતાં મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માગે છે. પણ મારે તેની સાથે જવું નથી. આથી 181 હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. કાઉન્સલિંગ દરમિયાન હેલ્પલાઈનને જાણવા મળ્યું કે, ચાર વર્ષ પહેલાં દીકરીની ડિલિવરી થલવાની હતી. તેથી મહિલા દીકરીની સાસરીમાં રહેવા ગઈ હતી. દરમિયાનમાં દીકરીના સસરા સાથે આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનને કારણે મોત થયું હતું. આથી મહિલાએ દીકરીની મરજી વિરુદ્દ બીજા લગ્ન કરાવી દીધા હતા. બાદમાં મહિલા દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગી હતી. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરિયાઓ ત્રાસ આપીને મારપીટ કરતા હતા. આથી દીકરી ઘરે પરત આવી હતી.
પૂર્વ સસરા સાથે માતા રહેતાં હોવાનું દીકીરને પસંદ ન હોવાથી તે માતાને ઘરે લઈ જવા માટે આવી હતી. દીકરીએ પૂર્વ સસરા અને માતા બંનેને સમજાવ્યું કે સમાજમાં તમારા બંનેની ખરાબ વાતો થઈ રહી છે. આમ છતાં બંને માનતા ન હતા. અંતે દીકરીએ આપઘાતની ધમકી આપતાં માતાએ 181 હેલ્પલાઈનની મદદ માગી હતી. જે બાદ વેવાઈ અને વેવાણ રાજીખૂશીથી એકબીજાથી અલગ રહેવા માતે તૈયાર થયા હતા.