જામનગર શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાંથી પસાર થતા બાઈકસવાર એક શખ્સને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી દારૂની બોટલ મળી આવતા 90,500 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. લાલપુર ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા ત્રણ લીટર દેશી અને બે બોટલ વિદેશી દારૂ તથા દારૂ બનાવવાની ભઠીના સાધનો સહિત કુલ રૂા.6280 ના મુદ્દામાલ સાથે પોલીસે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રોડ પરથી પસાર થતા એકસેસ બાઈકસવારને પોલીસે આંતરીને તલાસી લેતા સાગર જયસુખ નંદાણિયા નામના શખ્સના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ અને 70 હજારનું કિંમતનું બાઈક અને રૂા.20 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.90,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂની બોટલ નાઘેડીના ભરત રામ મોઢવાડિયા નામના શખ્સ પાસેથી ખરીદી હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં રહેતાં દિવ્યેશ ઉર્ફે કાનો અશ્ર્વિન સાદરિયા નામના શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.60 ની કિંમતનો 3 લીટર દેશી દારૂ અને રૂા.1000 ની કિંમતની દારૂ બે બોટલો તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો અને ગેસનો ચૂલો તથા સિલીન્ડર સહિત રૂા.6,280 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.