જોડિયા તાલુકાના ભાદરા ગામથી ટંકારા તરફ બાઈક પર સગાઈ પ્રસંગમાં જતા કાકા-ભત્રીજાને ટંકારા નજીક આવેલા બંગાવડી ગામ પાસે રવિવારે સવારે પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાના મોત નિપજ્યા હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના ભાદરા ગામમાં રહેતાં પરષોતમભાઇ પરમાર તથા તેના કાકા નાગજીભાઈ પરમાર નામના બંને કાકા ભત્રીજા રવિવારે સવારના સમયે તેના બાઈક પર ટંકારા ગામમાં કૌટુંબિક ને ત્યાં સગાઈ પ્રસંગમાં હાજરી આપવા જતાં હતાં તે દરમિયાન ટંકારા નજીક બંગાવડી ગામ પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-36-એસી-2360 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં નાનગજીભાઈ પરમાર અને પરસોતમભાઇ પરમાર નામના કાકા-ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકીને નાશી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ બંને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી કારચાલક વિરૂધ્ધ મૃતક નાગજીભાઈના પુત્ર સુરેશભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.