જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસે ઉભા રહેલાં દંપતી અને પુત્રી સહિત ત્રણેયને પૂર ઝડપે બેફિકરાઇથી આવતાં બાઇક સવારે ઠોકર મારતાં અકસ્માત થયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના નવાગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં વાલજીભાઇ રાઠોડ નામના પ્રૌઢ અને તેના પત્ની રમાબેન તથા પુત્રી કોમલ સહિત ત્રણેય વ્યકિતઓ સોમવારે રાત્રીના સમયે જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસે ઉભા હતાં તે દરમ્યાન પૂર ઝડપે બેફિકરાઇથી આવતાં જીજે.10.સીકે.8883 નંબરના બાઇક સવારે રાઠોડ પરિવારને ઠોકરે ચડાવી હડફેટ લેતાં અકસ્માતમાં વાલજીભાઇને હાથમાં અને પગમાં તેમજ પત્ની રમાબેનને હાથમાં અને કપાળમાં તથા પુત્રી કોમલને જમણાં પડખામાં ઇજા થઇ હતી. ઇજાગ્રસત દંપતી અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં બનાવની જાણના આધારે હેકો.એમ.પી.સિંધવ તથા સ્ટાફે બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.