ભારતીય શેર બજારમાં આજે અચાનક છેલ્લાં પાંચ મહિનાની સૌથી મોટી એક દિવસીય તેજી નોંધાઈ છે. સેન્સેકસ 1000 થી વધુ અને નિફટીમાં 300 થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. મુખ્ય ઈન્ડેકસ સાથે તમામ સેકટોરલ ઈન્ડેકસમાં પણ આજે તેજી નોંધાવા પામી છે. પાંચ મહિનાની સૌથી મોટી સીંગલ ડે તેજીને કારણે રોકાણકારોની સંપતિમાં છ લાખ કરોડનો વધારો થયો છે.
સેન્સેકસ અને નિફટીમાં જોરદાર ઉછાળા પાછળ કેટલાંક કારણો જવાબદાર છે જે પૈકીના પાંચ કારણો આ મુજબ છે.
1. ફેડ તરફથી વ્યાજદર ઘટવાની આશા
2. ક્રુડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો
3. વજનદાર સ્ટોકસે કર્યુ રેલીનું નેતૃત્વ
4. મીડકેપ અને સ્મોલકેપમાં પણ ભારે ખરીદદારી
5. વોલીટીલીટી ઈન્ડેકસ (VIX)માં આવ્યો ઘટાડો
છેલ્લાં કેટલાંક સેશનથી ઉપર જવા મથી રહેલું બજાર ઉપલા મથાળેથી અચાનક જ નીચે આવી રહ્યું હતું પરંતુુ, નીચેના લેવલે મળી રહેલા સતત સપોર્ટને કારણે આખરે બજાર આજે ટકાઉ તેજી આપવામાં સફળ રહ્યું હતું. નિફટીમાં 300 થી વધુ પોઇન્ટના આ ઉછાળાને શેરબજારના નિષ્ણાંતો બ્રેકઆઉટ તરીકે જોઇ રહ્યા છે જો કે, નિફટી હજુ તેના ઉચ્ચતમ સ્તર 26,277 પોઇન્ટથી 70 પોઇન્ટ દૂર છે. સંભવત્ ગુરૂવારના સેશનમાં નિફટી નવો ઓલટાઈમ હાઈ બનાવી શકે છે. નવા ઓલ ટાઈમ હાઈ પાસે રોકાણકારો અને ટ્રેડરો એ સાવચેત રહેવું જરૂરી છે. નિષ્ણાંતોના મતે ઓલટાઈમ હાઈ ક્રોસ કર્યા બાદ બજારનું બિહેવીયર કયા પ્રકારનું છે ? તેના પર આગળની તેજીનો આધાર રહેલો છે. જો બજાર ઓલટાઈમ હાઈ ઉપર મજબુત રીતે ટકી રહેશે તો ઓલટાઈમ હાઈથી નિફટીમાં વધુ 300 થી 400 પોઇન્ટની રેલી આવી શકે છે. બીજી તરફ 25,800 થી 25,750 હાલ એક મજબુત સપોર્ટ બની ગયો છે.
(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)


