Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર

- Advertisement -

ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોની ભરતીને લઇને મહત્વની જાહેરાત કરી છે. રાજ્યભરમાં કુલ 3900 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.રાજ્યભરની તમામ શાળાઓ અને તેની પોલીસી લઇને શિક્ષણમંત્રીએ વિગતવાર ચર્ચા કરી હતી તે દરમિયાન તેઓએ શિક્ષકોની ભરતી વિશે જણાવ્યું હતું.

- Advertisement -

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યભરમાં કુલ 3900 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 શિક્ષકોની ભરતી કરાશે. તેવી રીતે ધોરણ 6થી 8માં 2000 શિક્ષકોની ભરતી કરશા. ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્યની, કોલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970 ભરતી અને 124 જુનિયર ક્લાર્ક અને 19 લેખક આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે. ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે હબ બનાવવા માટે શાળાઓને ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે. બાળકોને વર્લ્ડક્લાસ લેવલના ભણતર માટે આગામી વર્ષોમાં 15,000 સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ-ગ્રાન્ટેન્ડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ દ્વારા બદલવામાં આવશે.

વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 2009માં નો-ડિટેન્શન પોલિસી આવી હતી. જેનાથી શિક્ષણની ટકાવારી વધારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડતી હતી. તે પોલિસી મુજબ ધો.9 સુધી જેતે વિદ્યાર્થીને નાપાસ કરી શકતા નહોતા. પંરતુ કેન્દ્ર સરકારે હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે. અને તેને લઈને હવે સરકારની નોકરીની ભરતીઓ પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular