Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆજે દેશના શ્રેષ્ઠ 45 શિક્ષકોનું કરાશે સન્માન

આજે દેશના શ્રેષ્ઠ 45 શિક્ષકોનું કરાશે સન્માન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિક્ષકોને રાષ્ટ્રિય પુરસ્કારથી સન્માનિત કરશે : પ્રધાનમંત્રી મોદી શિક્ષકો સાથે કરશે સંવાદ

- Advertisement -

શિક્ષકદિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષકો સાથે સંવાદ કરશે. જેમાં દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. તેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું શિક્ષકોને શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. તથા પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે પ્રધાનમંત્રી મોદી વાતચીત કરશે.

- Advertisement -

ગુજરાતના ઉમેશ વાળાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી કરાશે સન્માનિત ઉલ્લેખનિય છે કે શિક્ષક દિન નિંમિત્તે દેશભરના 45 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પસંદગી પામેલા શિક્ષકોને આ સન્માન આપશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે પણ વાતચીત કરશે. પીએમઓ દ્વારા પ્રાત માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરની સાંજે, વડાપ્રધાન તેમના નિવાસસ્થાન ’7 લોક કલ્યાણ માર્ગ પર રાષ્ટ્રીય શિક્ષક જેમાં શિક્ષક દિન નિમિત્તે રાજકોટના શિક્ષકનું સનમાન થશે. તેમાં રાષ્ટ્રપતિના હસ્તે શિક્ષક ઉમેશ વાળાને પુરસ્કાર આપશે. આજે શિક્ષક દિવસે ગુજરાતના એક માત્ર રાજકોટના શિક્ષકનું સન્માન થશે. તેમાં શિક્ષકે કોરોના કાળમાં વિધાર્થીઓ માટે ચેપટર યુટ્યુબમાં બનાવી મુક્યો હતો. જેમાં બાળકોને અભ્યાસમાં મદદ તથા ઇનોવેશનના કારણે શિક્ષકનું સન્માન થશે.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેથના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ગુણવત્તાસભર શિક્ષકોને જાઢેર માન્યતા પ્રદાન કરે છે. આ વર્ષે સખત ત્રણ તબક્કાની અને પારદર્ણક ઓનલાઇન પ્રક્રિયા દ્વારા આ એવોર્ડ માટે દેશભરમાંથી 45 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મું શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular