Sunday, December 22, 2024
Homeરાજ્યઓખામઢી નજીક ટોલનાકાના કર્મચારીઓની દાદાગીરી

ઓખામઢી નજીક ટોલનાકાના કર્મચારીઓની દાદાગીરી

ફાસ્ટેગમાં ક્ષતિના કારણે બેલેન્સ ન કપાઈ: કર્મચારીઓએ વેપારી યુવાનને ઢોર માર માર્યો : પોલીસ દ્વારા ચાર શખ્સોની ધરપકડ : બે ની શોધખોળ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક આવેલા ટોલનાકાના કર્મચારીઆની દાદાગીરીની અનેક ફરિયાદો મળી રહી છે. હાલમાં જ બકાલુ લેવા જતા વેપારી યુવાનના ફાસ્ટેગમાં ટેકનિકલ ક્ષતિ હોવા છતાં ટોલનાકાના કર્મચારીઓએ ઢોર માર માર્યો હતો. આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા અને બકાલાનો વ્યવસાય કરતા દિપક ચાવડા નામનો યુવાન થોડા દિવસો પહેલાં તેનું જીજે-37-ટી-8178 નંબરનું વાહન લઇ દ્વારકા બકાલુ લેવા જતો હતો ત્યારે ઓખામઢી નજીક આવેલા ટોલનાકામાંથી પસાર થતા સમયે તેના ફાસ્ટટેગ એકાઉન્ટમાં 460 રૂપિયા હોવા છતાં આ ટોલનાકામાં ફાસ્ટટેગ કનેકટ થયું ન હતું અને ટેકનિકલ ક્ષતિને કારણે નો બેલેન્સની એરર આવતી હતી. જેથી વેપારીએ ટોલનાકાના કર્મચારીને જાણ કરતા કર્મચારી દ્વારા સિસ્ટમમાં ચેક કરાતા વેપારીના ફાસ્ટેગમાં બેલેન્સ હતી. જેથી કર્મચારીએ વેપારીને જુદાં-જુદાં બુથો પરથી પ્રવેશ કરાવ્યો હતો પરંતુ ફાસ્ટટેગમાં ક્ષતિ હોવાથી પૈસા કપાતા ન હતાં.

- Advertisement -

જેથી વેપારીએ કર્મચારીને વિનંતી કરી બકાલુ લેવા માટે મોડુ થશે પરંતુ, રોફમાં રહેલા કર્મચારીઓએ તોછડાઈભર્યા જવાબ આપી વાહનનો ડબલ ટોલ ભરવો પડશે તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ ફરીથી વિનંતી કરતા ઉશ્કેરાયેલા ગાંગો, દેવીયો, ગોપાલ, યુવરાજ અને બે અજાણ્યા સહિતના છ શખ્સોએ વેપારી યુવાનને ઢોર માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા બાદ વેપારીએ પોલીસમાં જાણ કરતા દ્વારકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વેપારીની ફરિયાદ તથા સીસીટીવી ફુટેજના આધારે ચાર શખ્સોને ઝડપી લઇ હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી નાશી ગયેલા બે શખ્સોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular