સોશિયલ મીડિયા પર ઉબેરના એક ડ્રાઈવરની ઈમાનદારીની ખુબ પ્રશંશા થઇ રહી છે. એક છોકરીએ કેબ બુક કરીને ડ્રાઈવરને મેસેજ કર્યો અને પૂછ્યું હતું કે તમે આવો તો છો ને ? અને ત્યારબાદ ડ્રાઈવરે જે જવાબ આપ્યો તે અત્યારે ચર્ચામાં છે. ટ્વીટર પર શેયર કરાયેલ આ સ્ક્રીનશોટ પણ વાયરલ થઇ રહ્યો છે.
This is the type of honesty i hope to achieve in life pic.twitter.com/xi62yZak8v
— Karishma Mehrotra (@karishma__m__) May 15, 2022
કરિશ્મા મેહરોત્રા નામની એક છોકરીએ ટ્વીટર પર એક સ્ક્રીનશોટ શેયર કર્યો છે. અને લખ્યું છે કે હું જીવનમાં આટલી ઈમાનદાર બનવા માંગું છુ. ખરેખર તેણીએ કેબ બુક કરાવ્યા બાદ ડ્રાઈવરને પૂછ્યું હતું તમે આવો તો છો ને ? તેના જવાબમાં ડ્રાઈવરે કહ્યું હતું કે આવીશ 100% પણ એક પરોઠું ખાવ છુ અડધું બાકી છે. સાચું મે જણાવી દીધું છે. કરિશ્માના આ ટ્વીટ પર એક યુઝરે કમેન્ટ પણ કરી છે કે બાદમાં ડ્રાઈવર આવ્યો હતો કે નહી ? તો કરિશ્માએ જવાબમાં કહ્યું હતું કે હા બિલકુલ. ઉબેરના આ ડ્રાઈવરના ઈમાનદારી ભર્યા જવાબની સૌ કોઈ પ્રશંશા કરી રહ્યા છે.